નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024

નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024 : ગુજરાત સરકાર દ્વારા આ વર્ષના ગુજરાત બજેટ 2024-25 માં નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024 જાહેર કરવામાં આવી હતી. જેમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગનાના વિદ્યાર્થીઓને આ Namo Saraswati Vigyan Sadhana Yojana 2024 નો લાભ આપવા આવશે.

નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024

યોજનાનું નામનમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024
વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ-11રૂ 10 હજારની સહાય
વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ-12રૂ 15 હજારની સહાય
કુલ સહાય રકમરૂ. ૨૫,૦૦૦/- સહાય
કયા વિદ્યાર્થીઓને લાભ મળશે?વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને
ઓફિશિયલ વેબસાઈટhttps://cmogujarat.gov.in/

જે વિદ્યાર્થીઓ ધોરણ-૧૦ની બોર્ડ પરીક્ષામાં પ૦% કે તેથી વધુ ગુણ મેળવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) અથવા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વ-નિર્ભર શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ મેળવે તેવા નીચે મુજબની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને આ સહાય મળવાપાત્ર રહેશે.

ગુજરાત રાજ્યની સરકારી અથવા અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯ અને ૧૦માં અભ્યાસ કર્યો હોય તેવા તમામ વિદ્યાર્થીઓ, અથવા માન્ય સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯ અને ૧૦ પૈકી બંને કે કોઈ એક ધોરણનો અભ્યાસ કર્યો હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬ લાખ કે તેથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ.

નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024 મળવાપાત્ર સહાય રકમ

આ યોજના હેઠળ ધોરણ ૧૧ અને ૧૨ના મળી કુલ રૂ. ૨૫,૦૦૦/- સહાય ચૂકવવામાં આવશે.

  • ધોરણ ૧૧ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૧૦,૦૦૦/- અને ધોરણ ૧૨ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૧૫,૦૦૦/- મળવાપાત્ર રહેશે.
  • ધોરણ ૧૧ અને ૧૨ના શૈક્ષણિક વર્ષો દરમ્યાન ૧૦ માસ માટે માસિક રૂ. ૧૦૦૦/- મુજબ વાર્ષિક રૂ. ૧૦,૦૦૦/- પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂ. ૨૦,૦૦૦/-ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના રૂ. ૫,૦૦૦/- ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષા પાસ કર્યેથી મળવાપાત્ર રહેશે.

આ પણ ખાસ વાંચો :

GSSSB CCE આન્સર કી 2024

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024

નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024 મહત્વની તારીખ

નામો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024મહત્વપૂર્ણ તારીખો
યોજના જાહેર તારીખમાર્ચ 09, 2024

મહત્વપૂર્ણ લીંક

નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024 જાહેરાતઅહીંથી જુઓ
નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024 માર્ગદર્શિકાઅહીંથી જુઓ

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment