લોકસભા ચૂંટણી પરિણામ 2024 : લોકસભાની ચૂંટણીનું આયોજના સમગ્ર દેશના ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું હતું જે વિવિધ 7 તબક્કા વાર થયું હતું. જેમાં ગુજરાતમાં 25 સીટ (1 સુરત સીટ BJP બિનહરિફ જીતી) માટે ત્રીજા તબક્કામાં એક દિવસે એટલે કે 7 મે 2024ના રોજ મતદાન થયું હતું.
લોકસભા ચૂંટણી પરિણામ 2024
સમગ્ર દેશમાં ચૂંટણી પરિણામની રાહ જોવાઈ રહી છે તે ઘડીનો આજે અંત આવ્યો છે કારણ છે આજ રોજ એટલે કે 4 જૂન 2024ના રોજ લોકસભા ચૂંટણી રિઝલ્ટ 2024ની ગણતરી સવારે 08:00 કલાકથી શરૂ થઇ રહી છે. સાતેય તબક્કાની ચૂંટણીની ગણતરી એક જ સાથે એટલે 4 જૂનના રોજ થશે. આપડે આ લેખમાં પળેપળની અપડેટ આપતા રહેશું.
ગુજરાત 26 બેઠક ચૂંટણી જીતેલ ઉમેદવારો
બેઠક | વિજેતા ઉમેદવાર | પક્ષ |
ગાંધીનગર | અમિતભાઈ શાહ | ભાજપ |
નવસારી | સી.આર. પાટીલ | ભાજપ |
અમદાવાદ પૂર્વ | હસમુખભાઈ પટેલ | ભાજપ |
અમદાવાદ પશ્ચિમ | દિનેશભાઈ મકવાણા | ભાજપ |
અમરેલી | ભરતભાઈ સુતરિયા | ભાજપ |
આણંદ | મિતેશભાઈ પટેલ | ભાજપ |
બનાસકાંઠા | ગેનીબેન ઠાકોર | કોંગ્રેસ |
બારડોલી | પ્રભુભાઈ વસાવા | ભાજપ |
ભરૂચ | મનસુખભાઈ વસાવા | ભાજપ |
ભાવનગર | ડૉ. નીમૂબેન બાંભણીયા | ભાજપ |
છોટા ઉદેપુર | જશુભાઈ રાઠવા | ભાજપ |
દાહોદ | જશવંતસિંહ ભાભોર | ભાજપ |
જામનગર | પૂનમબેન માડમ | ભાજપ |
જુનાગઢ | રાજેશભાઈ ચુડાસમા | ભાજપ |
કચ્છ | વિનોદભાઈ ચાવડા | ભાજપ |
ખેડા | દેવુસિંહ ચૌહાણ | ભાજપ |
મહેસાણા | હરિભાઈ પટેલ | ભાજપ |
પંચમહાલ | રાજપાલસિંહ જાદવ | ભાજપ |
પાટણ | ભરતસિંહ ડાભી | ભાજપ |
પોરબંદર | મનસુખભાઈ માંડવિયા | ભાજપ |
રાજકોટ | પરશોત્તમભાઈ રૂપાલા | ભાજપ |
સાબરકાંઠા | શોભનાબેન બારૈયા | ભાજપ |
સુરત | મુકેશભાઈ દલાલ | ભાજપ |
સુરેન્દ્રનગર | ચંદુભાઈ શિહોરા | ભાજપ |
વડોદરા | ડૉ. હેમાંગભાઈ જોશી | ભાજપ |
વલસાડ | ધવલભાઈ પટેલ | ભાજપ |
આ પણ ખાસ વાંચો:
લોકસભા ચૂંટણીનું રિઝલ્ટ 2024 લાઇવ
આખરે દેશના જ નહીં, વિશ્વભરના લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આવી પહોંચ્યો છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા ભારત દેશની 2024ની લોકસભા ચૂંટણીનું પરિણામ (Election Results 2024) 4 જૂન, મંગળવારના રોજ જાહેર થવા જઇ રહ્યું છે. રોમાંચની પરાકાષ્ઠા જેવા આ હાઇપ્રોફાઇલ મુકાબલાની પળેપળની અપડેટ્સથી તમને માહિતગાર રાખવા માટે સોસીયો એજ્યુકેશન સજ્જ છે. ઝીણામાં ઝીણી તમામ અપડેટ્સ આપના સુધી લાઇવ પહોંચાડતા રહેશે. યાને કે ઇલેક્શન રિઝલ્ટ કાઉન્ટિંગ સેન્ટરથી સીધું જ તમારા મોબાઇલમાં જોવા મળશે.
2019ના ચૂંટણી પરીણામો પર એક નજર
2019ના ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો NDAને 353 બેઠકો મળી હતી. જેમાંથી 303 બેઠકો ભાજપને ફાળે ગઈ હતી. ત્યારે આ વખતે એક્ઝિટ પોલના આંકડા જોતા આ વખતે NDAને 15 બેઠકોનું નુકશાન થઈ શકે છે. તો કોંગ્રેસની વાત કરીએ તો, 2019ની ચૂંટણીમાં યુપીએને 91 બેઠકો મળી હતી. જેમાંથી કોંગ્રેસને ફાળે 52 બેઠકો ગઈ હતી. ત્યારે આ વખતે 65 બેઠકો મળી શકે છે. તેથી 13 બેઠકો વધુ મળી શકે છે.
નોંધ આ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી ખરાઈ કરી લેવી.
લાઈવ રિઝલ્ટ જુઓ | અહુથી જુઓ |
ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો