Chanakya Niti : આચાર્ય ચાણક્ય જણાવેલા મર્મ, જે પુરુષમાં આ ગુણ હોઈ તેની સ્ત્રી હંમેશા ખુશ રહે છે, ઘરમાં નહીં આવે સમસ્યા

Chanakya Niti : આચાર્ય ચાણક્યના નીતિ શાસ્ત્રને મનુષ્ય જીવન માટે ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. તેમાં આચાર્ય ચાણક્યએ મનુષ્ય જીવનના એવા અનેક મર્મ જણાવ્યાં જેને સમજીને કોઈ પણ વ્યક્તિ સરળતાથી પોતાના જીવનને ખુશખુશાલ બનાવી શકે છે. આચાર્ય કહે છે કે જો કોઈ પણ પુરુષમાં આ ગુણ આવે તો તેની સ્ત્રી હંમેશા સંતુષ્ટ રહે છે.

સંતુષ્ટ

પુરુષે યથાશક્તિ પરિશ્રમ કરવો જોઈએ અને તેનાથી જે ધન કે ફળ મળે તેનાથી ખુશ રહેવું જોઈએ. પુરુષોએ મહેનતથી મળેલા ધનથી જ પરિવારનું પાલન પોષણ કરવું જોઈએ. જે પુરુષમાં આ ગુણ હોય તે સફળતા મેળવે છે.

આ પણ ખાસ વાંચો:

PM Free Silai Machine Yojana 2024 : પીએમ મફત સિલાઈ મશીન યોજના માટે અરજી કરવાનું શરૂ , જુઓ અરજી કરવાની તમામ માહિતી

Tracror sahay Yojana 2024 : ટ્રેક્ટર ખરીદવા સહાય યોજના માટે અરજી કરવાનું શરૂ , જુઓ અરજી કરવાની સંપૂર્ણ માહિતી

સતર્કતા

પુરુષોએ હંમેશા પોતાના પરિવાર-સ્ત્રી અને કર્તવ્યો પ્રત્યે સતર્ક રહેવું જોઈએ. પરિવાર તથા પોતાની સુરક્ષા માટે શત્રુઓથી સદા સાવધાન રહો. ગમે તેટલી ગાઢ ઊંઘમાં કેમ ન હોવ પરંતુ હળવી આહટ થાય તો પણ જાગવાનો ગુણ હોવો જોઈએ. આવા ગુણવાળા પુરુષથી તેની પત્ની હંમેશા ખુશ રહે છે.

વફાદારી

પુરુષે તેની પત્ની અને કાર્ય પ્રત્યે હંમેશા વફાદાર રહેવું જોઈએ. જે પુરુષ અજાણી મહિલાઓને જોઈને લલચાઈ જાય છે તેના ઘરમાં કલેશ રહે છે. આવા પુરુષો સ્ત્રીને ક્યારેય ખુશ રાખી શકતા નથી. કારણ કે પત્ની તેના પતિની વફાદારીથી જ આનંદીત રહેતી હોય છે.

વીરતા

પુરુષોએ વીર હોવું જોઈએ. જરૂર પડ્યે પત્ની અને પરિવાર માટે પોતાનો જીવ દાવ પર લગાવતા પણ પીછે હટવું જોઈએ નહીં.

પત્નીને સંતુષ્ટ રાખવી

પુરુષની પહેલી જવાબદારી એ છે કે પત્નીને દરેક રીતે સંતુષ્ટ રાખવી. જે પુરુષ શારીરિક અને માનસિક રીતે પત્નીને સંતુષ્ટ રાખે છે તેની પત્ની હંમેશા ખુશ રહે છે. આમ કરનારો પુરુષ તેની પત્નીનો પણ પ્રિય બનીને રહે છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment